Subject:
ScienceAuthor:
henrybennettCreated:
1 year agoમેદાની હૉકી પથ્થરીયા, ઘાસના, રેતીના કે પાણી આધારીત નકલી સપાટી પર એક નાનકડા સખત બૉલ થી રમવામાં આવે છે. આ રમત પુરિષો અને સ્ત્રીઓમાં સમ્ગ્ર વિશ્વમાં ખાસ કરીને યુરોપ ઍશિયા, ઑસ્ટ્રૅલિયા અને દક્ષિણ આફ્રીકા માં પ્રખ્યાત છે. મોટે ભાગે આ રમત સમ્જાતીય ટીમો વચ્ચે રમાય છે. પણક્યારેક તે પુરુષો અને મહિલાઓ ની મિશ્ર તીમો વચ્ચે પણ રમાય છે. આ રમતની નિયંત્રણ સંસ્થા એ ૧૧૬ સદસ્ય ધરાવતી ઍન્ટરનેશનલ હૉકી ફેડરેશન તરીકે ઓળખાય છે. પુરોષોની હૉકી દરેક ઉનાળુ ઑલમ્પિકમાં ૧૯૦૮થી (૧૯૧૨ અને ૧૯૨૪ સિવાય)રમાય છે. જ્યારે મહિલા હૉકી ૧૯૮૦માં શરૂ થઈ હતી. આધુનિક ફીલ્ડ હૉકી સ્ટીક અંગ્રેજી ના અક્ષર J આકારની હોય છે. તે લાકડું, ફાયબર ગ્લાસ કે કાર્બન ફાયબરને મિશ્ર કરીને બનાવાય છે. રમવાના છેડા પર એક અંકોડા જેવો ભાગ હોય છે. મેદાની હૉકી સમાન દેખાતી રમતના ૪ હજાર વર્ષ જૂના ચિત્ર ઈજીપ્તમાં મળી આવ્યાં છે.
Author:
makainnma
Rate an answer:
3