Answer:
પ્રાકૃતિક સંખ્યાઓ (Natural numbers) સંખ્યાઓ 1, 2, 3, 4, … પ્રાકૃતિક સંખ્યાઓ કહેવાય છે. આવી બધી સંખ્યાઓના જથ્થાને પ્રાકૃતિક સંખ્યાઓનો જથ્થો કહે છે. પ્રાકૃતિક સંખ્યાઓના જથ્થાને સંકેત N વડે દર્શાવાય છે.
આથી N = {1, 2, 3, }
સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1 છે, પરંતુ સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યાનું અસ્તિત્વ નથી. પ્રાકૃતિક સંખ્યાઓ અગણ્ય (અસંખ્ય) છે.
પ્રાકૃતિક સંખ્યાઓ વ અને b (જ્યાં, a < B હોય) માટે – a અને મની વચ્ચે (b – a – 1) પ્રાકૃતિક સંખ્યાઓ મળે.
→ પૂર્ણ સંખ્યાઓ (Whole numbers) : પ્રાકૃતિક સંખ્યાઓના જથ્થામાં 0(શૂન્ય)નો સમાવેશ કરવાથી પૂર્ણ સંખ્યાઓનો જથ્થો મળે. તેને સંકેત દ્વારા દર્શાવવામાં આવે છે.
આથી W = {0, 1, 2, 3, …} સૌથી નાની પૂર્ણ સંખ્યા 0 છે, પરંતુ સૌથી મોટી પૂર્ણ સંખ્યા ન મળે. પૂર્ણ સંખ્યાઓ અસંખ્ય છે.
પૂર્ણ સંખ્યાઓ વ અને b (જ્યાં, a < B હોય) માટે – a અને મની વચ્ચે (b – a- 1) પૂર્ણ સંખ્યાઓ મળે.
Author:
nataly576a
Rate an answer:
8